HOW TO USE ONLINE PROPERTY TAX PAYMENT MODULE

• ભાવનગર મહાનગરપાલિકા ની વેબસાઈટ www.bmcgujarat.com પરથી ઓનલાઇન ટેક્સ પેમેન્ટ કરી શકાશે.

• વેબસાઈટ ખોલ્યા બાદ તેનાં ઉપર મુકવામાં આવેલ “Online Property Tax Payment” લિંક પર ક્લિક કરવું.

• ત્યારબાદ દર્શાવવામાં આવતી બે લિંક (૧) Online Tax Payment for Carpet Area Bill તથા (૨) Online Tax Payment for Old Taxation Bill પૈકી લાગું પડતી લિંક પર ક્લિક કરવું.

• ત્યારબાદ એસેસી કિ નંબર અથવા ફોર્મ નંબર નાખવાથી મિલ્કત-વેરાનાં ખાતાની વિગતો જોઈ શકાશે, તેમજ ‘Show Details’ પર ક્લિક કરવાથી બિલની બાકી રકમની તમામ વિગતો જોઈ શકાશે.

• ત્યારબાદ સિક્યુરિટી વેરિફીકેશન માટે ‘Enter Captcha’ નાં ફિલ્ડમાં તેની ઉપર દર્શાવેલ ૬ alphabet નાંખવા અને જો SMS દ્વારા ફીડબેક મેળવવો હોય તો બાજુમાં આવેલ SMS માટેનાં ફિલ્ડમાં પોતાનો મોબાઈલ નંબર નાખવો.

• Online Payment કરવા માટે Debit Card/ Credit Card / Net-Banking નો ઉપયોગ કરી શકાશે.

• Online Payment માં સ્ક્રીન પર દર્શાવવામાં આવતી રકમ મુજબ જ પુરેપુરૂ ચુકવણું કરવાનું રહેશે, પાર્ટ-પેમેન્ટ થઈ શકશે નહી.

• બિલનું Online Payment સફળતાપૂર્વક થવાથી કરદાતાને SMS દ્વારા ત્વરિત Feedback મળી જશે.

• કરવામાં આવેલ ચુંકવણાની રીસીપ્ટ ઓન-લાઈન જ જનરેટ થઈ સ્ક્રિન પર આવી જશે (આપનાં Internet Browser નાં Pop-up Blocker ને Disabled રાખવું અનિવાર્ય છે), જેને પ્રિન્ટ કરી શકશે. તેમજ જરૂર જણાયે ફરીથી આ રીસીપ્ટને તે દિવસ પુરતી રી-પ્રિન્ટ પણ કરી શકાશે. જે માટે Menu Bar માં આપેલ ‘Re-Print Receipt’ ઉપર ક્લિક કરી આપને લાગું પડતી કર-પધ્ધતિ (Carpet Area કે Old Taxation) પર ક્લિક કરી આપનો એસેસી કિ નંબર / ફોર્મ નંબર નાંખવાથી તે દિવસની ઓન-લાઈન પેમેન્ટની રીસીપ્ટને રી-પ્રિન્ટ કરી શકાશે.